પોસ્ટ્સ

વૈદ ઝંડુ ભટ્ટ ની મહાનતા

એક એવા કર્મનિષ્ઠ વૈદની વાત જેના નામે આજે એક પ્રખ્યાત દવાની કંપની છે                                                   આજે એક એવા વૈદજી ની વાત કરવી છે જેઓ જામનગરના રાજ વૈદ હતા જેના નામ પર અત્યારે એક મોટી કંપની છે દવાની.જેના નામથી અત્યારે પણ પ્રખ્યાત ઝંડુ આયુર્વેદિક ફાર્મસી ચાલે છે એવા ઝંડુ ભટ્ટ. તેમનો જન્મ ઇ.સ.1831 મા થયેલો. તેઓનુ મુળ નામ કરુણા શંકર ભટ્ટ હતું પણ નાનપણમાં વાળ ન ઉતારવાની માનતા રાખેલી એટલે માથે વાળનું મોટું ઝુંડ થઇ ગયેલું તેથી તેનું નામ 'ઝંડુ'પડી ગયેલું. તેઓ જામનગરના રાજવૈદ હતા અને બીજા રજવાડામાં કોઈને ગંભીર બીમારી થાય તો  બીજા રજવાડા ઝંડુ ભટ્ટને બોલાવતા અને તેઓ જતા પણ ખરા અને એમનો એક નિયમ હતો સારવાર કરવા છતાં દરદી સાજો ન થાય તો સારવાર નો એક પૈસો પણ લેતા નહીં..   એક વાર તેઓ એક રજવાડા મા આવી રીતે ગયેલા અને ત્રણ મહિનાં રોકાયેલા. દરબારની ખૂબ સારવાર કરી પણ દરબારની બીમારી ગંભીર હતી માટે થોડા દિવસોમા દરબાર રામચારણ પામ્યા ત્રણ મહિનાં રોકાઇને વૈદજીએ દરબારના વારસદારોની રજા લીધી..તે લોકોએ વૈદજીને ચાંદીના રુપિયા ભરેલી થેલી આપી પણ વૈદજી ઝંડુ ભટ્ટજી પરત કરી અને અને એ રૂપિયા ના